વાર્તા : ભગવાન નો ભાગ
શામજી નાનપણ થી ભરાડી ભાઈબંધ ઘણા અને શામજી એનો હેડ. ભાઈબંધો ને ભેગા કરી ને પછી આંબલી પાડે, કોઈના ખેતર માંથી શિંગ ના પાથરા ઉપાડે, ગાંડા બાવળ માંથી હાંઘરા પાડે અને પછી ગામને ગોંદરે વડ નું ખૂબ મોટું જાડ એની નીચે બેસીને બધી વસ્તુના ઢગલા કરતા અને પછી શામજી ભાગ પાડે બધા ભાયબંધ ના ભાગ કરીને છેવટે એક વધારાનો ભાગ કરે. ભાઈબંધ પૂછે એલા શામજી આ કોનો ભાગ તો શામજી કહે ‘આ ભાગ ભગવાનનો !’ અને પછી સૌ પોતપોતાનો ભાગ લઈને રમવા દોડી જતા. અને ભગવાનનો ભાગ ત્યાં મૂકી જતા. ભગવાન રાતે આવશે, છાનામાના પોતાનો ભાગ ખાઇ જશે એમ શામજી બધા ને સમજાવે. બીજે દિવસે સવારે વડલે જઈને જોતા તો ભગવાન એનો ભાગ ખાઈ ગયા હોય બોરના ઠળીયા ત્યાં પડ્યા હોય અને પછી તો આ રોજની એમની રમત થઈ ગઈ અને આમ રમતા રમતા શામજી મોટો થયો ગામડે થી શહેર કમાવવા ગયો. બે હાથે ઘણું ય ભેગું કર્યું જેમ જેમ કમાણી વધતી ગઈ તેમ તેમ શામજી નો લોભ વધતો ગયો. ધન ભેગુ તો ઘણું કર્યું પણ શામજી પેલો ભગવાન નો ભાગ કાઢવાનું ભૂલી ગયો. લગ્ન કર્યા, છોકરા છૈયા ને પરણાવ્યા એના છોકરા છૈયા શામજી ઘર મા દરેક ની જરૂરિયાત પૂરી કરે જ...